માત્ર રૃ.૫૦૦ની લેતી દેતીમાં ભાણેજ પર મામાનો હુમલો

માત્ર રૃ.૫૦૦ની લેતી દેતીમાં ભાણેજ પર મામાનો હુમલો
માત્ર રૃ.૫૦૦ની લેતી દેતીમાં ભાણેજ પર મામાનો હુમલો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામમાં નજીવી રકમની ઉઘરાણી બાબતે કૌટુંબિક મામાએ પોતાના જ સગા ભાણેજ પર લાકડાના ધોકા વડે હિંસક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામે રહેતા રસિકભાઈ હકાભાઈ ચાવડાએ અઠવાડિયા પહેલા તેમના કૌટુંબિક મામા વાલા આલાભાઈ પરમાર પાસેથી રૃ.૫૦૦ હાથ ઉછીના લીધા હતા. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે રસિકભાઈ ગામમાં ખોડીયારમાના ઓટા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મામા વાલાએ તેમને રોકીને પોતાના નાણાં તાત્કાલિક પરત માંગ્યા હતા. રસિકભાઈએ હાલ પૈસા ન હોવાનું જણાવી બે દિવસમાં ચૂકવવાની વાત કરતા જ મામા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી બાજુમાં પડેલ લાકડાના ધોકા વડે રસિકભાઈના છાતી અને ડાબા ખંભા પર ઘા ઝીંકી દીધા હતા, તેમજ નાક પર ગંભીર વાર કરતા લોહી વહેવા લાગ્યું હતું. આસપાસના સંબંધીઓએ વચ્ચે પડી રસિકભાઈનો જીવ બચાવ્યો હતો. જતા-જતા મામાએ નાણાં ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે રસિકભાઇએ મામા વિરૃધ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...