બોગસ દસ્તાવેજો તૈયાર કરીને ૨૦ એકર જમીન વેચવાનો પ્રયાસ કરનારા ગુજરાતના ૩ આરોપીઓ પકડાયા

મીરા રોડમાં આવેલી 20 એકર જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કરીને કથિત રીતે વેચવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ગુજરાતના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. તેઓએ સમાન ટૂંકા નામનો લાભ ઉઠાવી મૃત્યુ પામેલા ગુજરાતી વ્યાવસાયિકના નામની જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતના ભાવનગરમા રહેતા તેમજ પ્રોપર્ટી એજન્ટનો વ્યવસાય કરનાર ધર્મેશભાઈ કેશવજી શાહ, તેમજ અન્ય બે આરોપીઓ સૂરતના […]

Continue Reading

પાકિસ્તાનમાંથી ચોરાયેલી ૧૨ કરોડ રૂપિયાની ખજૂર જપ્ત; ડીઆરઆઈની કાર્યવાહી મુંબઈ પ્રતિનિધી.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ પાકિસ્તાનમાંથી આવેલ સૂકા ખજૂર અને સૌંદર્ય પ્રસાધનોથી ભરેલા ૨૮ કન્ટેનર જપ્ત કર્યા છે. ન્હાવા શેવા બંદર પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માલની કુલ કિંમત આશરે ૧૨ કરોડ રૂપિયા છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધો બગડ્યા છે. […]

Continue Reading

કર્જતના જંગલમાં નૌકાદળના જવાનનો મૃતદેહ મળ્યો

કર્જતના જંગલમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મૃતદેહ એક જવાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. મુંબઈ નજીકના જંગલમાં જવાનનો મૃતદેહ મળી આવ્યા બાદ . નૌકાદળની ટીમ પૂછપરછ કરવા જઈ રહી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, દક્ષિણ મુંબઈના કોલાબામાં ડોકયાર્ડ નેવીમાં કામ કરતા જવાન […]

Continue Reading

બાંધકામ અને કરવેરામાં ફેરફારને કારણે કોસ્ટલ રોડ પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં ખર્ચમા રૂ. ૨,૦૦૦ કરોડનો વધારો થયો

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડ (સાઉથ) પ્રોજેક્ટનો ખર્ચ અંતિમ તબક્કા સુધીમાં રૂ. ૧૪,૭૭૯ કરોડ સુધી પહોંચી ગયો છે. શરૂઆતમાં, તેના માટે રૂ. ૧૨,૭૨૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. એવું જોવા મળ્યું હતું કે બાંધકામમાં ફેરફાર, વધારાના કામો અને કરવેરા બોજને કારણે ખર્ચમાં લગભગ રૂ. ૨,૦૫૮ કરોડનો વધારો થયો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો […]

Continue Reading

મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈએ ૪૦ કરોડ રૂપિયાના ગાંજા સહિત ત્રણ જણની ધરપકડ કરી

મુંબઈ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ)એ ૪૦ કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો વિદેશથી લઈ આવનાર બે પ્રવાશી તેમજ તેઓને લેવા આવેલ વ્યક્તિ સહિત ત્રણ જણની ધરપકડ કરી છે. બંન્ને પ્રવાશીઓે થાઇલેન્ડથી ગાંજો સામાનમાં છુપાવી લાવ્યા હતા મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઇના અધિકારીઓએ ધરપકડ કરેલા ત્રણેય જણની ઓળખ અમીર પાંડોડન, શોએબ ખાન અને મોહંમદ શફીર મદારી […]

Continue Reading

સાયબર ઠગે વાતોમા વ્યસ્ત રાખી ખાતામાંથી માત્ર ૮૬ રૂપિયા બેલેન્સ રાખી ૭ લાખ ઉપાડી લીધા

સાયબર ગુંડાઓના જાળામાં ફસાયેલા 50 વર્ષીય બેસ્ટ કંડક્ટરના ખાતામાં ૭ લાખ રૂપિયા ઉચાપત થયા બાદ માત્ર ૮૬ રૂપિયા બાકી હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં રફી અહેમદ કિડવાઈ માર્ગ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે. ફરિયાદી ૧૩ ઓગસ્ટના રોજ, જ્યારે પ્લાનિંગ ઓફિસમાં હતા, ત્યારે તેમને એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો. તેમની સામે […]

Continue Reading

બીડમાં પત્ની દ્વારા માર મારવામાં આવતા પતિનું મોત,પત્ની વિરુધ્ધ ગુનો દાખલ મુંબઈ પ્રતિનિધી.

બીડના અંબાજોગાઈમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પત્ની દ્વારા માર મારવામાં આવતા પતિનું મોત થયું છે. આ કેસમાં પત્ની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પત્નીએ તેના પતિને લાતો અને મુક્કાઓથી ગંભીર રીતે માર માર્યો હતો, જેમાં પતિનું ઇજાઓ થવાથી મૃત્યુ થયું હતું. મૃતક પતિનું નામ કૈલાસ સરવદે છે. કૈલાસ સરવદેએ સાત વર્ષ પહેલા માયા […]

Continue Reading

વસઈમાં બંગલામાં લૂંટ કરવા આવેલી ગેંગ ઘાતક હથિયારો સાથે ઝડપાઈ મુંબઈ સંવાદદાતા

વસાઈમાં બંગલામાં લૂંટ કરવા આવેલી ગેંગના ૧૧ સભ્યોની પોલીસે ઘાતક હથિયારો સાથે ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના આરોપીઓ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. પોલીસને માહિતી મળી હતી કે મંગળવારે વસઈના એવરશાઇન સિટીમાં રામ રહીમ નગરમાં ૧૦-૧૨ લોકો બંગલામાં લૂંટ કરવા માટે ભેગા થવાના છે. આ માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચ સેલ-૨ (વસાઈ) અને […]

Continue Reading

નવી મુંબઈના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન ૩૦ સપ્ટેમ્બરે થવાની શક્યતા છે, સંભવતઃ પીએમ મોદી દ્વારા

નવી મુંબઈના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન ૩૦ સપ્ટેમ્બરે થવાની શક્યતા છે. આ એરપોર્ટનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા થઈ શકે છે. સિડકો અને અદાણી ગ્રુપે આ એરપોર્ટ બનાવ્યું છે. એરપોર્ટની સુરક્ષા માટે ૧૫ સપ્ટેમ્બરથી CISF કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. આ મોટા પ્રોજેક્ટ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને એરપોર્ટ કાર્યરત થાય તે પહેલાં તમામ સુરક્ષા […]

Continue Reading

મરાઠા આંદોલનમાં નોંધાયેલા કેસ પાછા ખેંચવા તરફ સરકારનું પગલું, GR માં સુધારો

મરાઠા આંદોલનમાં નોંધાયેલા કેસ પાછા ખેંચવા તરફ સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે. મનોજ જરંગે પાટિલના આંદોલનમાં નોંધાયેલા કેસ પાછા ખેંચવા માટે GR માં સુધારો કરવામાં આવ્યો છે. સરકારે 31 માર્ચ, 2025 સુધી નોંધાયેલા કેસોની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવાની મંજૂરી આપી છે. રાજકીય અને સામાજિક આંદોલનમાં પેન્ડિંગ કેસ પાછા ખેંચવાના સરકારી નિર્ણયમાં સુધારો […]

Continue Reading