રવિવારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના રવિવારે જન્મદિવસેના પ્રસંગે મનસે પ્રમુખ રાજ ઠાકરે ૨૦ વર્ષ બાદ માતોશ્રી પહોંચ્યા બાદ બંને ભેટ્યા બાદ બંને પાર્ટીના ટેકેદારોમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ ગમે ત્યારે થવાની શક્યતા છે એવા સમયે બંને ઠાકરે એકસાથે આવશે એવી ગયા મે મહિનાથી ચાલી રહેલી અટકળોમાં રવિવારે નવું છોગું ઉમેરાયું હતું
થોડા દિવસો પહેલાં, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ફરજિયાત હિન્દી શીખવવાના મુદ્દા પર રેલી કરવા માટે મુંબઈમાં એક થયા હતા. ત્યારે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ગઠબંધનનો સંકેત આપ્યો હતો. હાલમાં, ભલે તે મરાઠીના મુદ્દા પર એક હોય, ઠાકરે ભાઈઓના એકસાથે આવવાથી તેમના કાર્યકરોમાં ઉત્સાહ અને નવચેતના જાગી છે. રવિવારે શિવસેના (ઠાકરે) પાર્ટીના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો રવિવારે જન્મદિવસ હોવાથી સવારે રાજ ઠાકરે ‘માતોશ્રી’ પહોંચ્યા હતા અને બધાને આશ્ર્ચર્યચકિત કરી દીધા.અને ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. બંને ભાઈઓએ એકબીજાને ગળે ભેટ્યા હતા તેથી હવે આગામી સમયમાં મનસે અને શિવસેના ઠાકરે જૂથ વચ્ચે જોડાણ પાક્કું માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે દર આઠથી પંદર દિવસે યોજાતી શિવસેના (શિંદે) પાર્ટીમાં પ્રવેશ બંધ થઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં ભૂતપૂર્વ કોર્પોરેટરોનો શિંદે સેનામાં પ્રવેશ બંધ થઈ ગયો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના સાથે આવવાની શક્યતાને કારણે મુંબઈમાં ઉદ્ધવની પાર્ટી છોડીને જનારા હવે ફેરવિચાર કરી રહ્યા છે.

