કોર્પોરેશન દ્વારા દુકાનો હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ : 43 નમુનાઓ સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું

Latest News અપરાધ આરોગ્ય કાયદો

વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ ફરસાણની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો વગેરે જગ્યાએ  ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન મેંગો બરફી, ચોકલેટ બરફી, પાયનેપલ બરફી, કપાસીયા તેલ, લાલસેવ, ઉસળસેવ, મલબારીસેવ, બેસન, નાયલોન ખમણ, વાટીદાળના ખમણ, નાયલોન ખમણ, ખમણની ચટણી, હળદળ પાવડર, ધાણા પાવડર, મરચા પાવડર, અજમો, જીરૂ, વનસ્પતિ ઘી, ગરમ મસાલો, ચણાદાળ, બેસનની ચટણી, રેડ ચટણી, મંચુરીયન રાઇસ, નુડલ્સ, પ્રીપેર્ડ રાજમા, મીક્ષવેજ, કઠોળની સબજી વગેરેના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આ ઉપરાંત શહેરમાં સુસેન ચાર રસ્તાની આસપાસ આવેલ લારીઓ તેમજ દુકાનોમાં ફુડ ટેસ્ટીંગ વાન (ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ) દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. મરચુ પાવડર, બટર, તેલ, રેડ ચટણી, આઇસક્રીમ વિગેરેના 43 નમુનાઓ સ્થળ પરજ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. વારંવાર તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલમાં ટી.પી.સી. મશીન દ્વારા તેલની ટી.પી.સી. વેલ્યુ માપી હતી. જે તેલમાં ટી.પી.સી. વેલ્યુ હતી તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ચાઇનીઝ ફુડ લારીઓમાં કલર મળી આવતા તેનો પણ સ્થળ પરજ નાશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *