રાજસ્થાનના જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ક્રિકેટર વિરૂધ્ધ બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. આ પહેલા 8 જુલાઈના રોજ ગાઝિયાબાદમાં પણ એક યુવતીએ યશ દયાલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ખેલાડી યશ દયાલ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટર યશ દયાલ પર ફરી એકવાર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. રાજસ્થાનના જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ક્રિકેટર વિરૂધ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. આ પહેલા 8 જુલાઈના રોજ ગાઝિયાબાદમાં પણ એક યુવતીએ યશ દયાલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
અગાઉ યુપીના ગાઝિયાબાદની એક છોકરીએ પણ યશ પર લગ્નના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં ક્રિકેટર વિરૂધ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી, જોકે બાદમાં યશને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી હતી.
હાઈકોર્ટે ક્રિકેટરને ધરપકડથી વચગાળાની રાહત આપી હતી. યુવતીએ જણાવ્યું કે, યશે તેને ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું વચન આપ્યું હતું અને ભાવનાત્મક રીતે લાલચ આપીને બે વર્ષ સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું.
આ કેસમાં વધુ માહિતી આપતાં, એસએચઓ અનિલ જૈમનએ જણાવ્યું હતું કે, જયપુરની છોકરી ક્રિકેટ રમતી વખતે યશ દયાલના સંપર્કમાં આવી હતી. આરોપ છે કે, લગભગ 2 વર્ષ પહેલા, જ્યારે તે સગીર હતી, ત્યારે તેણે ક્રિકેટમાં કારકિર્દી બનાવવાના બહાને તેના પર બળાત્કાર કર્યો હતો. કારકિર્દી બનાવવાના તેના સપનાનો લાભ લઈને, આરોપી તેના પર સતત બળાત્કાર કરતો રહ્યો.

