ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના રાજીનામા સાથે જ તેમના અનુગામીની શોધ શરૂ થઈ ગઈ છે અને સરકાર ટુંક સમયમાં જ આ પદ પર નવા ચહેરાને સ્થાન અપાશે પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ હાલ જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર કે કોંગ્રેસના સાંસદ શશી થરૂર સહિત કોઈને ઉપરાષ્ટ્રપતિ પદે તક નહીં આપે અને માનવામાં આવે છે કે હવે સંઘ અને ભાજપ સાથે જેઓ ચુસ્ત રીતે જોડાયેલા હોય તેને જ આ પદ ઉપર બેસાડવા માટે નિર્ણય લેશે તે સંકેત છે.
બીજી તરફ ભાજપ આ તકનો ઉપયોગ આગામી સમયમાં રાજકીય દ્દષ્ટિએ પણ તેના માટે મહત્વપૂર્ણ બની જાય તે જોશે અને ધનખડના રાજીનામાનો કોઈ રાજકીય લાભ વિપક્ષને ન મળે તે પણ નિશ્ચિત કરશે જગદીપ ધનખડ અનેક વખત પોતાને ખેડુત પૂત્ર તરીકે ગણાવી ચૂકયા છે અને તેઓ રાજસ્થાનના જાટ સમુદાયમાંથી આવે છે અને ખેડૂત આંદોલન સહિતના મુદે પણ તેઓ સક્રિય રહ્યા છે.
તેથી ભવિષ્યમાં તેઓ કોઈ રીતે ભાજપ માટે ચિંતા બને તેવી સ્થિતિ ઉભી થવા દેશે નહીં. સુત્રોના જણાવ્યા મુજબ જે રીતે ધનખડે સુપ્રીમ કોર્ટ કરતા સંસદ સર્વોચ્ચ છે તેવા વિધાનો કર્યા હતા અને જસ્ટીસ વર્માના મુદે પણ સુપ્રીમ કોર્ટ સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા તે તમામ પર સરકારને બીનજરૂરી વિવાદમાં નાખે તેવા હતા.
આ ઉપરાંત જે રીતે સુપ્રીમ કોર્ટે નેશનલ જયુડીશ્યલ એપોઈટમેન્ટ કમીશનને ફગાવી દીધુ તે સમયે સરકારે સુપ્રીમ કોર્ટનું વલણ અપનાવી લીધુ પરંતુ ધનખડ તે રીતે બોલી રહ્યા હતા અને સરકાર માટે પણ સંકોચ ઉભો કરતા હતા. તેમાં આ તક મળી ગઈ હતી. બીજી તરફ હવે નવા નામમાં આગામી થોડા દિવસમાં જ ચૂંટણીપંચ જાહેરનામુ બહાર પડે તે બાદ સરકાર નિર્ણય લઈ શકે છે. અને તેમાં પરંપરાથી અલગ નામ પસંદ કરે તેવી ધારણા છે. હાલ તુરત તો સરકારે રાજયસભામાં વાઈસ ચેરમેન હરીવંશ નારાયણસિંહને જવાબદારી સોંપી છે.
સુત્રોના જણાવ્યા મુજબ તેમને જ પ્રમોટ કરવામાં આવે તેવી શક્યતા નકારાતી નથી. જોકે તેમના નામ સામે જનતાદળ (યુ)ને વાંધો હોઈ શકે છે ભૂતકાળમાં તેઓએ નવા સંસદભવનના પ્રારંભમાં ઉપરાષ્ટ્રપતિને આમંત્રણ ન હોવા છતા પણ હરીવંશ નારાયણસિંહ હાજર રહ્યા હતા. તેમની ટીકા થઈ છે છતા પણ બિહારની ચૂંટણી જોતા તેમના ઉપરાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સોંપી શકાય છે. તેઓ જનતાદળ (યુ)માંથી આવે છે અને સરકાર માટે પણ તેમને આ મહત્વના સ્થાને બેસાડવા કે કેમ તેના પર વિચારણા કરશે.

