ચુડા તાલુકાના ભૃગુપુર ગામે એક કાર માંથી વિદેશી દારૃની ૮ બોટલો તથા ૮ બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. અને દારૃ તથા બીયર નો જથ્થો અને કાર મળીને કુલ રૃપિયા ૬૧ હજાર નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો.
સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમ દ્વારા ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ને પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી. કે ભગુપુર ગામે દરબાર ગઢ માં આવેલ ગાંધી ચોક માં એક વ્હાઈટ રંગ ની કાર મા વિદેશી દારૃ ભરેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ કાર ની તપાસ હાથ ધરીને કાર માંથી વિદેશી દારૃની બોટલો નંગ – ૮ જે.ની.કી.રૃ. ૯૬૦૦ તથા બીયર ના ટીન નંગ – ૮ જે.ની.કી.રૃ. ૧૭૬૦ તથા કાર – ૧ જે.ની.કી.રૃ. ૫૦,૦૦૦ મળીને કુલ રૃપિયા ૬૧,૩૬૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન કાર ચાલક હાજર નહી મળી આવતાં પોલીસે કાર ચાલક વિરૃધ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

