મુંબઈની પવિત્ર ભૂમિના 213 વર્ષના ઈતિહાસમાં માતુશ્રી પુષ્પાબેન કેશવજી ભારમલ સુમરિયા પરિવાર દ્વારા 21 નવેમ્બર, 2025 થી 23 નવેમ્બર, 2025 સુધી છ:રિ પાલિત મહાસંઘનું આયોજન શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ, શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી હર્ષકિર્તિ મહારાજ સાહેબ,સહ ગુરૂ ભગવંતો ની નિશ્રામાં મુંબઈ નાં ઉપનગર મલાડમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ, વિલે પાર્લેમાં ચિંતામણી પાર્શ્વનાથ અને મુંબઈ ઉપનગરમાં ગોડીજી પાર્શ્વનાથ પાયધુની. આ ભવ્ય છ:રિ પાલિત મહાસંઘમાં જૈન ધર્મ દ્વારા નિર્ધારિત તમામ ધાર્મિક ક્રિયાઓ નું પાલન કરવામાં આવશે. આમાં પગે ચાલવું, એકાસણા કરવા, પ્રતિક્રમણ કરવું, બ્રહ્મચર્ય પાળવું વગેરેનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે ભારતની આર્થિક રાજધાની મુંબઈના પાયધુની વિસ્તારમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
ઓલ ઈન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન (આઈજા) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જન કલ્યાણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે 213 વર્ષ પછી મુંબઈમાં મહાસંઘનો સંઘોત્સવ આપણા બધા માટે ખૂબ જ ભાગ્યશાળી પળ છે. આ ઉત્સવ મુંબઈ શહેરનો સુવર્ણ ઇતિહાસ કહેવાશે.


Yo, what’s up with okjlactivity? Heard some buzz, checked em out. Seemed legit. Anyone else tried playing here? Let me know! okjlactivity