મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણીના પ્રદૂષણને રોકવા માટે શહેર અને ઉપનગરમાં ગંદા પાણી પણ પ્રક્રિયા કરીને તે પાણીનો પીવા સિવાયના અન્ય કામ માટે પુર્નઉપયોગ કરવા માટે સાત ઠેકાણે ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે પાલિકા પોતાના સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને (એસટીપી) અપગ્રેડ કરી રહી છે આ એસટીપીથી પ્રોજેક્ટથી દરરોજ ૨,૪૬૪ મિલ્યન લિટર ગંદા પાણી પર પ્રક્રિયા કરવામાં આવશે તેમાંથી ૫૦ ટકા પાણી પ્રક્રિયા બાદ દરિયામાં છોડવામાં આવશે તો બાકીનું ૫૦ ટકા પાણી ઈંધણ કંપની, નેવી સ્પોર્ટ ક્લબ વગેરેને વેચવામાં આવશે. ભવિષ્યમાં કદાચિત ૧૦૦ ટકા પાણી પર પ્રક્રિયા કરીને તેને પીવા સિવાયના અન્ય કામ માટે વધતી લોકસંખ્યાના હિસાબે ૨૦૫૧ સુધી વાપરવાનું પાલિકાનું આયોજન છે.
નવા એસટીપીને કારણે દરિયાના પાણીની ગુણવત્તાની સાથે જ દરિયાઈ જીવનમાં સુધારણા થશે. તેમ જ એસટીપી પ્લાન્ટ અંતર્ગત પાણી પર પ્રક્રિયા બાદ છેવટે બાકી રહેલા કાદવ(ગાળ)માંથી ખાતર અથ્ાવા ઈંધણનું રૂપાંતર કરવાની પાલિકાની યોજના છે.
પાલિકા પ્રક્રિયા કરેલા પણ પીવા યોગ્ય નહીં રહેલા પાણીના વેચાણથી આવક પણ ઉભી કરશે. તે પ્રમાણે જ બાન્દ્રાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યામાં બાળકોના માહિતી માટે નોલેજ સેન્ટરની સાથે મોટો બગીચો બનાવવામાં આવવાનો છે. તેમ જ દરિયાની દિશામાં એક વ્યુઈંગ ગેલેરી પણ બનાવવામાં આવવાની છે. બાન્દ્રાના પ્રોજેક્ટના ઠેકાણે મીઠી નદીના દૂષિત પાણી પર પણ પ્રક્રિયા કરવામાં આવવાની છે.

