મુંબ્રાના તાંત્રિકે ડોમ્બિવલીની એક યુવતી પર મેલીવિદ્યાનો ડર બતાવી બળાત્કાર કર્યો

Latest News અપરાધ કાયદો દેશ

મુમ્બ્રાના બે લગ્ન કરેલ તાંત્રિક જે છોટેબાબાના નામે પ્રખ્યાત છે, , તે ડોમ્બિવલીની ૨૯ વર્ષીય યોગ પ્રશિક્ષક મહિલાને મુંબ્રાના દત્તુવાડીમાં એક ઘરમાં લઈ ગયો અને તેને બહાનું બતાવ્યું કે તેનો મિત્રને શિખવુ છે.ત્યાં તેણે બળજબરીથી તેનું જાતીય શોષણ કર્યું. તેણે ધમકી આપી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તે તેના માતાપિતાને તેના અશ્લીલ ઓડિયો અને વિડિયો ફૂટેજ બતાવશે. તેણે મેલીવિદ્યા કરીને તેના પરિવારનો નાશ કરવાની પણ ધમકી આપી. આ બધાથી નારાજ યુવતીએ શુક્રવારે મધ્યરાત્રિએ રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પીડિત યુવતીની ફરિયાદના આધારે પોલીસે ઇમરાન સુભાન શેખ ઉર્ફે છોટે બાબા, સગીરા સુભાન શેખ, સુભાન શેખ, હુસૈના શેખ, ફખરુદ્દીન શેખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટનાઓ જુલાઈ ૨૦૨૨ થી નવેમ્બર ૨૦૨૪ ની વચ્ચે બની હતી.
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે ડોમ્બિવલીમાં તેની માતા, પિતા અને બે ભાઈઓ સાથે રહે છે. પરિવારમાં આર્થિક મુશ્કેલીઓ હતી. તેથી, મારા માતા અને પિતા મુમ્બ્રાના દત્તુવાડીમાં નરેલવાલા બાબા નામના તાંત્રિક પાસે જતા હતા. પરિચય થયા પછી, તે એક્લી નરેલવાલા બાબા પાસે જતી હતી.. નરેલવાલા બાબાના પુત્ર ઇમરાન શેખ ઉર્ફે છોટે બાબાએ તેણીને પોતાનો યોગ તાલીમ વર્ગ શરૂ કરવાનું સૂચન કર્યું અને તેના માટે સહકાર આપવાની તૈયારી બતાવી. તેણે આ કાર્ય માટે તેનો મોબાઇલ નંબર લીધો.
જુલાઈ ૨૦૨૨ માં, ઇમરાન મને મુમ્બ્રામાં ફોન કરીને કહ્યુ કે તેનો મિત્ર યોગ શીખવા માંગે છે. તેને દત્તુવાડીના એક ઘરે લઈ ગયો અને ઘરે કોઈ ન હોવાથી ત્યારે બળજબરીથી મારું જાતીય શોષણ કર્યું. તેણે ધમકી આપી કે જો તે આ બાબત કોઈને કહેશે, તો તે તેના પરિવારને મેલીવિદ્યા દ્વારા મારી નાખશે. આનાથી ગભરાયેલી પીડિતાએ મુમ્બ્રામાં જવાનું બંધ કરી દીધું. ત્યારબાદ, ઇમરાને પીડિતા સાથેના તેના જાતીય સંભોગના ઓડિયો અને વિડિયો ફૂટેજ રેકોર્ડ કર્યા. તેણે ધમકી આપી હતી કે તે તેના પરિવારને બતાવશે અને બળજબરીથી પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે પીડિતાએ ઇમરાનના પરિવારને આ વાત જણાવી ત્યારે તેઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને માર માર્યો અને ઇમરાન સાથે લગ્ન કરવા દબાણ કર્યું. પીડિતાએ ઇમરાન સાથે લગ્ન કર્યા. ઇમરાન તેને વિવિધ રીતે હેરાન કરવાનું શરૂ કરતા, પીડિતાએ ઇમરાનને છૂટાછેડા પત્ર આપી દીધો અને ડોમ્બિવલીમાં તેની માતા સાથે રહેવા પાછો ફરી હતી.. એક દિવસ ઇમરાન તેને મીઠી વાતો કરીને અકોલા લઈ ગયો. ત્યાં તેણે વિવિધ વચનો આપીને તેની સાથે ફરીથી લગ્ન કર્યા.
જ્યારે તે મુમ્બ્રા આવી ત્યારે તેને ખબર પડી કે આ ઇમરાનના આવા ત્રીજા લગ્ન છે. જ્યારે આ વિશે પૂછ્યું, ત્યારે ઇમરાન તેને વધુ હેરાન કરવા લાગ્યો. તે સતત તેના માતા અને પિતાને તેના પર જાદુટોણા કરવાની ધમકી આપતો હોવાથી, તે શુક્રવારે ડૉક્ટર પાસે જઈ રહી હોવાનું કહીને મુમ્બ્રાથી તેની માતાના ઘરે આવી. ત્યારબાદ, પીડિતાએ પોતાની આ ફરિયાદ નોંધાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *