જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી બાદ એક જૂથના લોકો રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા બાદ મામલો ઉગ્ર બન્યો સામેના જૂથના લોકો અંદાજીત 16 થી 17 જેટલા લોકો લાકડીઓ લોખંડના પાઇપ તેમજ ધોકા લઈ રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઘુસી હુમલો કર્યો.
ઈજાગરસ્ત લોકો સારવાર લઈ રહેલા અને હોસ્પિટલ પટા વાળા કર્મી 1 વકીલ સહીત 5 લોકો ઉપર હુમલો કર્યો વકીલ અરવિંદ ખુમાણ ઉપર હોસ્પિટલ ગ્રાઉન્ડ માં ધોકા વડે અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો ત્યારબાદ અરવિંદભાઈ ખુમાણ રાજુલા શહેરના મુખ્ય માર્ગો ઉપર હુમલાખોરો થી જીવ બચાવવા માટે દોડી આવેલા.
ત્યારબાદ આ અજાણ્યા શખ્સોએ ટાવર પાસે લાકડીઓ ધોકા વડે અરવિંદભાઈ ખુમાણ ઉપર ફરીવાર હુમલો કર્યો અને ત્યારબાદ અરવિંદભાઈ ખુમાણ માહામુશીબતે રાજુલા પોલીસ સ્ટેશને પોતાનો જીવ બચાવવા માટે પહોંચ્યા હતા હુમલા ખોરો એ લાકડીઓ લોખંડના પાઇપો ધોકા ઓ વડે હોસ્પિટલમાં આવી માર મારી હુમલો કરી ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ લાઈવ મારામારી રાજુલા પોલીસ દોડી આવી તપાસનો ધમધમાટ ચાલું કરવામાં આવ્યો અને પોલીસ આ ઘટનાની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાવરકુંડલા એ.એસ.પી. વલય વૈધ પણ રાજુલા ખાતે દોડી આવ્યા હતા રાજુલા પોલીસ દ્વારા હુમલાખોરો ને દબોચી લેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવી. આ બનાવને રાજુલા બાર એસોસિયેશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.
પોલીસ તંત્ર આવા આરોપીઓ સામે સખ્ત માં સખ્ત કાર્યવાહી કરે એવી અમારી રાજુલા બાર એસોસિયેશન ની માંગણી છે. આ ઘટનામાં સરકારી હોસ્પિટલ ના પટાવાળા દ્વારા જણાવ્યું હતું કે શિયાળ બેટ ના અંદાજે 15 થી 16 જણા હોસ્પિટલ માં ધોકા લોખંડના પાઇપો લાકડીઓ લઇ હોસ્પિટલ માં આવેલ હતા જ્યાં વકીલ અરવિંદભાઈ ખુમાણ ઉપર હુમલો કરતા હું આડો પડતા મને પણ માથા ઉપર ધોકો મારી દેવામાં આવેલ.
શિયાળ બેટ માં છકડો રિક્ષા માં વસ્તુ મુકવા જવા બાબતે ભારા બાબતે બબાલ થઇ હતી તે અનુસંધાને પહેલા શિયાળ બેટ ઝગડો થયો હતો ત્યારબાદ ભોગ બનનાર ફરિયાદી ઓ રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા હતા ત્યાં ફરી થી જે ભોગ બનનાર લોકો ઉપર ફરિથી જે આરોપી ઓ હતા તે વ્યક્તિ ઓ ભોગ બનનાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
તે અનુસંધાને ફરિયાદી ની ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આરોપી ઓને પકડવા માટે રાઉન્ડ ઓપ કરવામાં ની કાર્યવાહી જુદી જુદી પોલીસ ની ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે.

