મુંબઈ ૩ નવેમ્બર ૨૦૨૫: હિન્દુ ધર્મનો મોટો તહેવાર શ્રી તુલસી વિવાહ છે, જે દિવાળી મહાપર્વ પછી દેવઊઠી એકાદશીથી પૂનમ સુધી ઉજવવામાં આવે છે.
સમાજમાં લૌકિક લગ્ન સમારોહ કારતક સુદ એકાદશી પછી શરૂ થાય છે.
નારી તુ નારાયણી સુવર્ણ મહિલા સંગઠન દ્વારા 2 નવેમ્બર એકાદશીના રોજ બોરીવલી પશ્ચિમના સોનીવાડી બેન્ક્વેટ હોલ ખાતે તુલસી વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ એનજીઓના પ્રમુખ નીલા કનુભાઈ રાઠોડ સોનીએ જણાવ્યું હતું કે અમે સમાજના તમામ વર્ગની મહિલાઓને તુલસી વિવાહ સમારોહ ઉજવવા માટે આમંત્રિત કરીએ છીએ.
અમે આર્થિક રીતે નબળા પરિવારો અને બહેનોનો સમાવેશ કરીએ છીએ અને તદ્દન નજીવી રકમ પર તેમને સંસ્થા દ્વારા આખા દિવસની પૂજા સામગ્રી, વિષ્ણુ સહસ્ત્ર નામ, હોમ હવન અને તમામ પ્રકારની પૂજા સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરીએ છીએ. જેથી તેઓ તેમના ધાર્મિક પ્રસંગને વિના સંકોચે ઉજવી શકે. ધર્મરાજા વ્રત ઉજવણું, અખંડ અગિયારસ ઉજવણું અને તુલસી વિવાહ એમ આ સંપૂર્ણ કાર્યક્રમ સતત 25 વર્ષથી નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન સંસ્થાના નેજા હેઠળ થઈ રહ્યો છે.
આ માટે, દાતાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, આખા દિવસના કાર્યક્રમનો ખર્ચ ઉઠાવવા માટે આગળ આવે છે. સનાતન ધર્મનો આ ખાસ ઉત્સવ ઘણી મહિલાઓ તેમજ તેમના ઘરો સુધી પહોંચી રહ્યો છે.
નીલા કનુભાઈ રાઠોડે કહ્યું કે 2 નવેમ્બર, રવિવારના રોજ સવારે 10 થી સાંજના 7:30 સુધીના આ કાર્યક્રમમાં 350 મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે અન્નકુટ દર્શન દ્વારા શ્રી કૃષ્ણદેવ સમક્ષ 56 ભોગ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
આ અન્નકુટનો પ્રસાદ ઉપસ્થિત તમામ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો.
આ સમયે ગિરિરાજ ધરણ કી જયના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.
નીલા કનુભાઈ રાઠોડ સોની, હંસાબેન થડેશ્વર, મુખ્ય યજમાન તુલસીજી આશા ધકાણ, વીણાબેન જગડા,
મુખ્ય યજમાન ઠાકોર જી કિન્નરીબેન સાગર, રૂપાબેન જગડા, ગીતાબેન સાગર, ભાવના ચોકસી, ધારા સોની, સોનલ સાગર, જ્યોત્સના જેઠવા સુશીલાબેન જાનવી જગડાએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

