દક્ષિણ મુંબઈની પૉશ ઈમારત કેમ્પા કોલા કમમ્પાઉન્ડનો કાનૂની જંગ ૨૦૦૫મા છાપે ચડયો હતો ત્યારે હવે દક્ષિણ મુંબઈના પૉશ એરિયામાં આવેલ ૩૪ માળના વેલિંગડન હાઈટ્સને બોમ્બે હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે આ બિલ્ડીંગના ૧૭ થી ૩૪ માળના ગેરકાયદે બાંધકામને “કાયદાનો દુરુપયોગ” ગણાવી, ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) અને ફાયર એનઓસી વિના રહેવાની મનાઈ ફરમાવી છે. બોમ્બે હાઈકોર્ટે વેલિંગડન હાઈટ્સના ગેરકાયદે માળા પર રહેતા રહેવાસીઓને બે અઠવાડિયામાં ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
વેલિંગડન હાઈટ્સ, જે એમ&એસ સેટેલાઈટ હોલ્ડિંગ્સ દ્વારા બાંધવામાં આવેલ બિલ્ડિંગના ૧૬ માળને જ તંત્ર દ્વારા ઓસી આપવામાં આવ્યું હતું. પરંતુ બિલ્ડરે 34 માળનું બાંધકામ બનાવ્યું હતું. 17થી 34મા માળ ૨૦૧૧થી ગેરકાયદે રીતે વસવાટમાં છે, જેની સામે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીમસી)એ વારંવાર નોટિસો જારી કરી હતી. આ બિલ્ડિંગ મામલે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેના પર કોર્ટે ૧૫ જૂલાઈના ર્જ આદેશ આપ્યો છે..
સોસાયટીમા ફ્લેટ ખરીદનારાઓએ કોર્ટમાં રાહત અને બાંધકામ નિયમિત કરવા માટે સમય માગ્યો હતો. વરિષ્ઠ વકીલે કોર્ટ પાસે એક વર્ષનો સમય માગ્યો, પરંતુ કોર્ટે આ અરજીને “અતિ બેશરમ” ગણાવી ફગાવી હતી. કોર્ટે જણાવ્યું કે આવું કરવું “કાયદાવિહોણું” હશે અને આ ગેરકાયદે વસવાટને મંજૂરી આપી શકાય નહીં.
બીએમસીના વરિષ્ઠ વકીલે જણાવ્યું કે બાંધકામ પ્રુરુ થયા બાદ અંતિમ ફાયર એનઓસી ક્યારેય મળી ન હોવા છતા છતાં, ઉપરના માળો પર વસવાટ ચાલુ છે. . કોર્ટે નોંધ્યું કે આખી ઇમારત ફાયર સેફ્ટી વિના જોખમી છે અને તેને સીલ કરવી જોઈએ.

