અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ)ના રાષ્ટ્રીય પ્રધાન શંકર ઠક્કરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (IARI) ખાતે દેશને કઠોળ માં આત્મનિર્ભર બનાવવા માટે ₹35,440 કરોડની બે મહત્વપૂર્ણ કૃષિ યોજનાઓનો પ્રારંભ કર્યો છે. તેમાં ‘પીએમ ધન ધાન્ય કૃષિ યોજના’ અને ‘આત્મનિર્ભરતા મિશન – દળહન’નો સમાવેશ થાય છે.
વડા પ્રધાને રાજધાની દિલ્હી ખાતે ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (IARI)માં એક વિશેષ કાર્યક્રમ દરમિયાન કૃષિ ક્ષેત્ર માટે બે મોટી યોજનાઓનું શુભારંભ કર્યું. આ યોજનાઓ કૃષિ આત્મનિર્ભરતા, ખેડૂત કલ્યાણ અને ગ્રામ્ય માળખાકીય વિકાસને મજબૂત બનાવવાની દિશામાં સરકારની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પીએમ ધન ધાન્ય કૃષિ યોજના:
આ કાર્યક્રમની મુખ્ય યોજના ‘પીએમ ધન ધાન્ય કૃષિ યોજના’ છે, જેનો કુલ ખર્ચ ₹24,000 કરોડ છે. આ યોજનાનો હેતુ કૃષિ ઉત્પાદનક્ષમતા વધારવો, પાક વૈવિધ્યતા પ્રોત્સાહિત કરવી, ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવી અને પંચાયત તથા પ્રખંડ સ્તરે સંગ્રહ સુવિધાઓમાં સુધારો લાવવો છે. સાથે જ 100 પસંદગીના જિલ્લાઓમાં સિંચાઈની વ્યવસ્થા અને ઋણ સુવિધા સરળ બનાવવામાં આવશે.
વડાપ્રધાને ₹11,440 કરોડની ‘કઠોળ આત્મનિર્ભરતા મિશન’ની પણ શરૂઆત કરી, જેનો હેતુ દેશને દાળના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે. આ મિશન અંતર્ગત દાળની ઉત્પાદનક્ષમતા વધારવા, ખેતીનો વિસ્તાર વધારવા, મૂલ્ય શ્રેણી (ખરીદી, ભંડારણ, પ્રોસેસિંગ)ને મજબૂત બનાવવા અને નુકસાન ઘટાડવા પર ભાર મુકવામાં આવ્યો છે.
તે ઉપરાંત વડા પ્રધાને કૃષિ, પશુપાલન, માછીમારી અને ફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિત ₹5,450 કરોડથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું તેમજ ₹815 કરોડની નવી યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો.
બેંગલુરુ અને જમ્મુ-કાશ્મીરમાં કૃત્રિમ ગર્ભાધાન તાલીમ કેન્દ્ર. આસામમાં IVF પ્રયોગશાળા (રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ) મહેસાણા, ઇંદોર અને ભિલવાડામાં દૂધ પાઉડર પ્લાન્ટ.
તેજપુરમાં માછલી ફીડ પ્લાન્ટ (પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ).

