વસઈમા પૈસાના વિવાદમાં મિત્રની હત્યા કરનારા આરોપીને ગુજરાતના ઓખા બંદરે લાંગરેલાં જહાજમાં તપાસ કર્યા પછી આરોપી એક જહાજમાંથી મળી આવતા તેની ધરપકડ કરવામા આવી છે.માલિકે ભોન માટે આપેલ પૈસા બાબતે મિત્ર સાથે વિવાદ થતા તેની હત્યા આરોપીએ કરી ફરાર થઈ ગયો હતો.
નાયગાંવ પોલીસે ધરપકડ કરેલા આરોપી ઉત્તર પ્રદેશના શહાદતપુરીનો વતનીની હોવાનું અને ઓળખ સુનીલ ખરપત પ્રજાપતિ (૩૫) તરીકે થઈ હતી. તે હાલમાં વસઈના કામણ વિસ્તારમાં ડોંગરીપાડા ખાતે રહેતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ૭ સપ્ટેમ્બરે બનેલી ઘટનામાં દિલીપ સરોજની હત્યા કરવામાં આવી હતી. દિલીપ અને સુનિલ પ્રજાપતિ ફરિયાદી પ્રકાશ ચામરિયાની સેનર્જી હાઇજીલ કંપનીમાં કામ કરતા હતા. ચામરિયાએ બન્નેના જમવાના ખર્ચ પેટેની રકમ આરોપી પ્રજાપતિના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.
પોતાના હિસ્સાની રકમ પ્રજાપતિએ ન આપતાં દિલીપે તેની સાથે ઝઘડો કર્યો હતો. વિવાદ વકરતાં આરોપીએ ભારે વસ્તુથી દિલીપ પર હુમલો ભારે વસ્તુ વડે કરતા ઘાયલ અવસ્થામા તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
ઘટના બાદ ફરાર પ્રજાપતિની પોલીસે શોધ હાથ ધરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પ્રજાપતિ દ્વારકાના ઓખા બંદરે હોવાની માહિતી પોલીસે મેળવી હતી. પ્રજાપતિ એક જહાજમાં સંતાઈને રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઓખા પહોંચેલી પોલીસની ટીમે બંદરે લાંગરેલાં ૨૦૦થી વધુ જહાજમાં તપાસ કરી આરોપીની ધરપકડ કરી હતી..

