કોન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરતાં જણાવ્યું કે, આ વખતે દિવાળીમાં માલ અને સેવા કર (GST)ની દરોમાં ઘટાડા થયો હોવાને કારણે બજારોમાં ભારતીય ઉત્પાદનોની રોનક રહેશે અને સ્વદેશી વેપારને નવી ઓળખ મળશે. તેમણે જણાવ્યું કે, નવરાત્રીથી શરૂ થનારી દિવાળીની તહેવારી સિઝનમાં વેપારીઓને અંદાજે ₹4.75 લાખ કરોડના વેપારની અપેક્ષા છે.
કેટના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હી ચાંદની ચોકથી ભાજપના સાંસદ શ્રી પ્રવીણ ખંડેલવાલે નવી દિલ્હી સ્થિત કોન્સ્ટીટ્યુશન ક્લબના ડેપ્યુટી સ્પીકર હોલમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, નવરાત્રી શરૂ થવા સાથે જ દેશભરના બજારોમાં જમાવટ જોવા મળી રહી છે.
તેમણે કહ્યું કે વેપારીઓ આ વખતે રેકોર્ડ તોડી નાખે તેવા ધંધાની તૈયારીમાં છે. ખંડેલવાલે જણાવ્યું કે આ વર્ષે દિવાળીની વેચાણ ₹4.75 લાખ કરોડ સુધી પહોંચી જશે, જેમાં મુખ્ય ફાળો ભારતીય ઉત્પાદનોનો રહેશે. તેમણે જણાવ્યું કે કેટે નવરાત્રી દરમિયાન દેશના વિવિધ રાજ્યોના 35 શહેરોમાં વેપાર સંસ્થાઓ સાથે સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં બે મુખ્ય કારણો સામે આવ્યા છે, જે આ વખતે તહેવારી ધંધાને નવી ઊંચાઈ આપે છે — પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ સ્વદેશીનો આહ્વાન અને તેમનો “વોકલ ફોર લોકલ ફોર ગ્લોબલ” દૃષ્ટિકોણ, જેને ગ્રાહકો તરફથી જબરદસ્ત ટેકો મળ્યો છે.
તેમણે ઉમેર્યું કે છેલ્લા ચાર વર્ષમાં દિવાળી તહેવારની વેચાણ સતત વધતી ગઈ છે —
2021માં ₹1.25 લાખ કરોડ,
2022માં ₹2.50 લાખ કરોડ,
2023માં ₹3.75 લાખ કરોડ
અને 2024માં ₹4.25 લાખ કરોડની વેચાણ થયું હતું.
શંકર ઠક્કરે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે તહેવારી ધંધાનું અંદાજિત આંકડો ₹4.75 લાખ કરોડ થવાનો અંદાજ છે જે નવો વિક્રમ સાબિત થશે, જે સ્વદેશી પ્રત્યેની લાગણી અને ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો તરફ ગ્રાહકોના સ્પષ્ટ ઝુકાવને દર્શાવે છે. માત્ર મુંબઈમાં જ આ વખતે તહેવાર ન વેચાણનો અંદાજ ₹65,000 કરોડ લગાવવામાં આવ્યો છે, જે બજારમાં ઉચ્ચ વ્યાપારી ભાવનાનું પ્રતિબિંબ આપે છે. આ દિવાળીને “ભારતીય સામાન -આપણું સ્વાભિમાન” નામના કેટના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત ‘ભારતીય દિવાળી’ તરીકે ઉજવવામાં આવશે.

