ગઢડા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી પસાર થઈ રહેલ છ વ્હીલ વાળો ટ્રક નંબર જીજે-૩૮-ટીએ-૫૨૩૩ વિદેશી દારૂ ભરેલો છે. જે બાતમીના આધારે ગઢડા પોલીસે બોટાદ રોડ કેનાલ બાયપાસ પર વોચ ગોઠવી તે દરમિયાન બોટાદ તરફથી આવી રહેલ ટ્રકને અટકાવતા ટ્રક ચાલક ટ્રક મૂકી અંધારામાં નાસી છૂટયો હતો. પોલીસે ટ્રેકની અંદર તલાશી લીધી ત્યારે જનરેટર મશીન પડેલું હતું. જનરેટર મશીનનો તલાશી લેતા જનરેટર મશીનમાં સ્ટાર અને ફ્યુઝ લગાવેલા હતા. જનરેટરનું ઢાંકણું ખોલી અંદર તપાસ કરતા વિદેશી દારૂની ૧૪૯૦૪ બોટલ રૂ.૮૦,૩૭,૭૯૨ની મળી આવતા પોલીસે વિદેશી દારૂ, ટ્રક મળી કુલ રૂ.૧,૦૦,૩૭,૭૯૨ નો મુદામાલ કબ્જે લીધો હતો. આ બનાવનાર સંદર્ભે દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને ટ્રક ચાલક વિરૂધ્ધ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો…
બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી ગઢડા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ છ વ્હીલવાળો ટ્રક ઝડપી પાડયો હતો. જોકે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો.
