થાણે જિલ્લાના મીરારોડમાં એક 41 વર્ષીય ટીવી અભિનેત્રીની સેક્સ રેકેટ ચલાવવા અને ઉભરતી મહિલા કલાકારોને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
સેક્સ રેકેટ વિશે માહિતી મળ્યા બાદ, પોલીસ ટીમે બે નકલી ગ્રાહકો તૈયાર કર્યા, જેમણે પાછળથી આરોપી અનુષ્કા મોની મોહન દાસનો સંપર્ક કર્યો. અનુષ્કાએ બુધવારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર કાશીમીરા વિસ્તારમાં ઠાકુર મોલ પાસે બંનેને મળવા બોલાવ્યા. દરમિયાન, પોલીસ ટીમે ત્યાં પહેલેથી જ છટકું ગોઠવી દીધું હતું અને બંને નકલી ગ્રાહકો પાસેથી પૈસા લેતી વખતે અનુષ્કાને રંગે હાથે પકડી લીધી હતી.
સહાયક પોલીસ કમિશનર (મીરા-ભાયંદર, વસઈ-વિરાર) મદન ભલ્લાલે જણાવ્યું હતું કે પોલીસે ત્યાંથી બે છોકરીઓને પણ બચાવી હતી, જે ટીવી સિરિયલો અને બંગાળી સિનેમામાં સક્રિય હતી.
અનુષ્કા મોની મોહન દાસે પણ અભિનયમાં પોતાનું નામ બનાવવા માંગતી છોકરીઓને નિશાન બનાવી હતી. અનુષ્કા મોની તેમને છેતરીને આ વ્યવસાયમાં લલચાવતી હતી. પોલીસે આ ધંધાનો પર્દાફાશ જ નથી કર્યો, પરંતુ ટીવી સિરિયલો અને બંગાળી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બે મહિલા કલાકારોને પણ બચાવી છે.
ભારતીય દંડ સંહિતા અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ હેઠળ અનુષ્કા સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભલ્લાલે વધુમાં જણાવ્યું હતું કે બચાવાયેલી બંને છોકરીઓને બાદમાં મહિલા સુધારગૃહમાં મોકલી દેવામાં આવી હતી.
41 વર્ષીય અનુષ્કા મોની મોહન દાસ, જે વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી છે, તેને લોકો મૂન દાસ તરીકે પણ ઓળખે છે. તે ઘણા મ્યુઝિક વીડિયો, જાહેરાતો અને બંગાળી ફિલ્મ લોફરમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે. તેણીએ હની સિંહ, મીકા સિંહ અને ઉદિત નારાયણ જેવા ગાયકો સાથે પણ કામ કર્યું છે.

