GST કાઉન્સીલની બેઠક શરૂ : રોજીંદા વપરાશની 250 થી વધુ વસ્તુઓ સસ્તી થશે

Latest News કાયદો ગુજરાત દેશ

જીએસટી પરિષદની આજથી શરૂ થનારી બે દિવસીય બેઠકમાં ચારના બદલે બે સ્લેબના પ્રસ્તાવને મંજુરી મળી શકે છે. આ સાથે ખાવા પીવા અને દૈનિક જીવનની 250 થી વધુ વસ્તુઓને 12 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લાવવાની તૈયારી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતાવાળી અને બધા રાજયોનાં પ્રતિનિધિત્વવાળી આ પરિષદ કેન્દ્રનાં `નેકસ્ટ જનરેશન’ના જીએસટી પ્રસ્તાવ પર ચર્ચા કરશે. પ્રસ્તાવિત સુધારામાં હાલનાં 12 ટકા અને 28 ટકાના જીએસટી સ્લેબને હટાવીને માત્ર 5 ટકા અને 18 ટકાના બે સ્લેબ રાખવો મુખ્યત્વે સામેલ છે. આ ઉપરાંત કેટલીક પસંદગીની વસ્તુઓ પર 40 ટકાનો વિશેષ કર લેવામાં આવશે.

પરિષદની બેઠક પહેલા મંગળવારે રાજયોનાં અધિકારીઓની સાથે એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં જીએસટીને લઈને પુરો મુસદો પપણ તૈયાર કરવામાં આવ્યો હતો.

મંત્રી સમુહની મંજુરી
ઉલ્લેખનીય છે કે, જીએસટી પર સંગઠિત મંત્રીઓનાં સમુહ (જીઓએમ) એ કર દરોને ઘટાડવાનાં કેન્દ્રનાં પ્રસ્તાવને 21 ઓગસ્ટે મંજુરી આપી હતી અને પોતાની ભલામણો જીએસટી પરિષદને મોકલી હતી જો તેમને મંજુર કરવામાં આવે તો આમજન, ખેડૂત અને નાના ઉદ્યોગોને લાભ મળશે. ખાવા-પીવા અને સામાન્ય જરૂરીયાતની વસ્તુઓ સસ્તી થશે.

વીમા પર જીએસટી દરોમાં થશે કપાત
સુત્રોનું કહેવુ છે કે, સિંગલ વીમા પર જીએસટી દરોને પુરી રીતે સમાપ્ત કરવામાં આવી શકે છે. જયારે ગ્રુપ પોલીસી પર જીએસટીને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે. હાલના સમયમાં સ્વાસ્થ્ય અને જીવનવીમા પર 18 ટકા જીએસટી લાગે છે જેને લઈને લાંબા સમયથી વિપક્ષી રાજય માંગ કરી રહ્યા છે કે જીએસટીને હટાવવામાં આવે.

ઈલેકટ્રીક વાહનો પર કર વધારવાનો પ્રસ્તાવ
મંત્રી સમુહે એ ઈલેકટ્રીક વાહનો માટે જીએસટી દર પાંચ ટકાથી વધારીને 18 ટકા રાખવાનો પ્રસ્તાવ રાખ્યો છે કે જેની કિંમત 20 લાખથી 40 લાખ રૂપિયા વચ્ચે છે.

આ વસ્તુઓ પર શુન્ય જીએસટી સંભવ
હાલ આ વસ્તુઓ પર 5 થી 18 ટકા કર છે. જેના પર શુન્ય જીએસટી થવાની સંભાવના છે.આ વસ્તુઓમાં રોટી-પરોઠા-પેકેજડ દુધ-પનીર પિઝા, બે્રડ, ખાખરા વાઘા પ્રકારની પેન્સીલો, નકશા, હાઈડ્રોગ્રાફિક ચાર્ટ, એટલસ, વોલ મેપ, ગ્લોબ, શૈક્ષણીક ચાર્ટ, પેન્સીલ શાર્પનર, એકસરસાઈઝ બુક, ગ્રાફ બુક, લેબ નોટબુકનો સમાવેશ થાય છે.

આ ચીજો સસ્તી થઈ શકે છે
◙ ધી, સુકોમેવો, નમકીન, કેટલાંક જુતા અને વો, દવાઓ, ચિકિત્સા, ઉપકરણ, પેન્સીલ, સાઈકલ, છત્રીથી લઈને હેરપીન જેવી સામાન્ય વસ્તુઓ (28 થી 18 ટકાના સ્લેબમાં આવવા પર)
◙ કેટલીક શ્રેણીના ટીવી, વોશીંગ મશીન, અને રેફ્રીઝરેટર જેવી ઈલેકટ્રોનિકસ વસ્તુઓ  (40 ટકા પર પ્રસ્તાવ) : તમાકુ, પાન-મસાલા, સિગરેટ અને સોડાવાળા ઠંડા પીણાઓ

જીએસટીમાં સુધારા અર્થ વ્યવસ્થાને પારદર્શક બનાવી દેશેઃ નાણામંત્રી
રજિસ્ટ્રેશન અને ફાઈલીંગ સિસ્ટમ પણ સરળ બનાવાશેઃ નિર્મલા સીતારામન

નવીદિલ્હીઃ જીએસટી કાઉન્સીલની આજની બેઠક પહેલા ગઈકાલે મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે જીએસટીમાં નેકસ્ટ જનરેશનમાં સુધારાથી અર્થ વ્યવસ્થા બિલકુલ ખુલી અને પારદર્શી થઈ જશે. આનાથી નાની કંપનીઓને આગળ વધવામાં પ્રોત્સાહન મળશે.

સરકાર જીએસટીના સ્લેબને ઘટાડવાની યોજના બનાવી રહી છે સાથે સાથે રજીસ્ટ્રેશન અને ફાઈલીંગ સિસ્ટમ પણ સરળ બનાવી શકાય છે.  સીતારામને સીટી યુનિયન બેંક દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ નિયમોને સરળ બનાવવા માટે એક ટાસ્કફોર્સ બનાવી છે. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે આવનારા મહિનાઓમાં આ અર્થ વ્યવસ્થાને બિલકુલ ખુલી અને પારદર્શી બનાવી નાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *