વડોદરામાં નાલ ઉઘરાવી હોટલમાં જુગાર રમાડતા શખ્સ સહિત આઠ જુગારીઓ ઝડપાયા, રૂ.5.53 લાખનો મુદ્દામાલ કબ્જે

Latest News અપરાધ આરોગ્ય કાયદો

વડોદરાની કપુરાઈ ચોકડી પાસે આવેલી હોટલ મેરીલેન્ડમાં પીસીબીએ છાપો મારી બિઝનેસ મિટિંગના બહાને રૂમ બુક કરાવી જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડી કુલ રૂ.5.53 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વડોદરા શહેર પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, પ્રદીપ બારોટ નામનો વ્યક્તિ કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફના માર્ગ ઉપરની હોટલ મેરીલેન્ડના ચોથા માળે રૂમ નં.11 બુક કરાવી જુગાર રમે છે. જેના આધારે પોલીસે પ્રદીપ બારોટ સહિત જુગાર રમી રહેલ આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. કપૂરાઈ પોલીસે રૂ.55 હજારની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન, રોકડા રૂ.48,640, રૂ.4.50 લાખની કિંમતના બે ટુ વ્હીલર અને બે ફોર વ્હીલર મળી 4 વાહનો સહિત કુલ રૂ.5,53,640નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.પોલીસની પૂછતાછમાં પ્રદીપ બારોટએ કબુલાત કરી હતી કે, પોતે આ રૂમ બુક કરાવી એક બાજી દીઠ સો રૂપિયા કમિશન લેતો હતો. જ્યારે હોટલ સંચાલકનું કહેવું હતું કે, પ્રદીપ બારોટએ આ રૂમ ધંધાકીય મીટીંગ માટે બુક કરાવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારે એક વખત રૂમ બુક કરાવ્યો હતો.

આરોપીઓના નામ સરનામા 

(1) પ્રદીપકુમાર પ્રતાપસિંહ બારોટ (રહે-વૈકુંઠ સોસાયટી, વાઘોડિયા રોડ)

(2) સંજય ભગવાનજી ભાલોડીયા (રહે-શ્યામલ કાઉન્ટી, વાઘોડિયા રોડ)

(3) નિલેશ જયંતીભાઈ પટેલ (રહે-વૈકુંઠ સોસાયટી, વાઘોડિયા રોડ)

(4) પરેશકુમાર ચંદ્રવદન ઉપાધ્યાય (રહે-મહાલક્ષ્મી સોસાયટી, હરણી ગામ)

(5) મયુરસિંહ શિવરાજસિંહ રાજપુત (રહે-વૈકુંઠ સોસાયટી, વાઘોડિયા રોડ)

(6) હિમાંશુ મુકુંદભાઈ શાહ (રહે-સિદ્ધાર્થ સ્ક્વેર, હરણી ગામ)

(7) અરવિંદ નગીનભાઈ રાજપુત (રહે-એકતા નગર, જુના બાપોદ, વાઘોડિયા રોડ)

(8) હરેન્દ્ર શાંતિલાલ પટેલ (રહે-વાઘોડિયા રોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *