વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંધકામ વિભાગમાં એક મોટો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની તપાસમાં રૂ. ૨૭૫ કરોડનું લાંચ કૌભાંડ બહાર આવ્યું છે. દસ્તાવેજો અને તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવારે બાંધકામ પરમિટ આપવા માટે પ્રતિ ચોરસ ફૂટ ૫૦ રૂપિયા સુધીની લાંચ લીધી હતી.
ઈડીેની તપાસમાં મળેલી માહિતી મુજબ, વસઈ, વિરાર, નાલાસોપારા, નાયગાંવ શહેરોમાં ૫.૫૧ કરોડ ચોરસ ફૂટ બાંધકામ વિસ્તાર માટે ગેરકાયદેસર પરવાનગી આપવામાં આવી હતી. મહત્વનું છે કે, ગ્રીન ઝોનમાં પણ બાંધકામોને પરવાનગી આપવામાં આવી હતી.
નિશ્ચિત દરે વિકાસ પરમિટ બદલવા માટે લાંચ લેવામાં આવી રહી હતી. અનધિકૃત બાંધકામોને રક્ષણ અને નિયમિત કરવા માટે પણ પૈસા લેવામાં આવ્યા હતા.
અગાઉ પણ વસઈ-વિરાર વિસ્તારમાં અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કર્યા વિના તેમને રક્ષણ મળી રહ્યું હોવાના આરોપો લાગ્યા હતા. જોકે, હવે જ્યારે ઈડી એ કાર્યવાહી કરી છે અને આ મોટા કૌભાંડના નક્કર પુરાવા મળ્યા છે, ત્યારે નાગરિકોમાં ગુસ્સાનું મોજું ફરી વળ્યું છે.
ેઆ કૌભાંડમાં, એવો આરોપ છે કે રેડ્ડી અને કમિશનર પવારે બાંધકામ માફિયાઓ અને બિલ્ડરો સાથે મળીને એક સંગઠિત લાંચ વ્યવસ્થા ઉભી કરી છે. નોંધનીય છે કે, ઈડીેએ જણાવ્યું છે કે લાંચના કેટલાક પૈસા વિદેશમાં વાળવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય તપાસની જરૂર છે.

