ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે અને અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજ્યમાં ૨૧ ઓગસ્ટ, ગુરુવાર સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે અને ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન, હવામાન વિભાગે ૧૯ ઓગસ્ટ સુધી સતારા, સાંગલી અને કોલ્હાપુર ઘાટમાં ભારે વરસાદની આગાહી કરી છે. આઇએમડી અનુસાર, મુંબઈ, થાણે, રાયગડ, રત્નાગિરિ અને પાલઘરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રમાં સરેરાશ ૩૦૭.૫ મીમી વરસાદની આગાહી છે નદીઓ અને બંધોમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે રાયગડ અને રત્નાગિરિમાં પૂરની સંભાવના છે.

