સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર અને તેમના ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા છે, ACBએ સેવા સદનના પાર્કિંગમાં લાંચનું છટકું ગોઠવ્યું, હતુ અને ખનીજ વહન કરતા ડમ્પર માલીક પાસે માંગી હતી લાંચ, ડમ્પર નહીં પકડવા માટે ગાડી દીઠ 10,000 માંગ્યા હતા અને 5 ડમ્પરના 50 હજારની લાંચ માંગી હતી, મામલતદાર જગદીશ ડાભી લાંચ લેતા ઝડપાયા છે.
હકિકત એવી છે કે, ફરીયાદીની ગાડીઓ રેતી-કપચી વિગેરે માલ ટ્રાન્સફર કરવા સારૂ પ્રાંતિજથી અમદાવાદ ખાતે ફરતી હોય અને આ ગાડીઓ નહી પકડવા અને મોટો દંડ નહી કરવા સારૂ આરોપી નંબર-૧ ના કહેવાથી આરોપી નંબર-૨ નાઓએ ફરીયાદી પાસે ગાડી દીઠ રૂ.૧૦,૦૦૦/- એમ કુલ-૫ ગાડીના કુલ રૂ.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નંબર-૨ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી બંને આરોપીઓએ એક બીજાને મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી, ગુનો કરેલ છે.

