રાજકોટથી બે મહિલાઓને બેન્કમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી અને અમદાવાદના નિકાલમાં આવેલી હોટલમાં લાવવામાં આવી હતી, બે મહિલા અને એક સગીર સહિત સાત લાકોએ મહિલાને દેહ વ્યપારમાં ધકેલવા માટે પ્રયાસ કર્યો હતો. મહિલાએ સેક્સ વર્કરનું કામ કરવાનો ઇન્કાર કરતાં એક મહિલાના દિકરાને મારી નાંખવાની ધમકી આપીને બન્ને મહિલાને હોટલના રૃમમાં ગોંધી રાખી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટથી બે મહિલા સગીરા સહિત સાત લોકો આવેલા મહિલાએ દેહ વ્યાપારનો ઇન્કાર કરતાં હોટલમાં ગોંધી રાખી ઃ નિકોલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી
પોરબંદરની ૨૪ વર્ષની મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત છ સામે ફરિયાદ નોંધાવી છે મહિલા અને પતિ અલગ રહેતી હોવાથી ઘર ચલાવવા માતા પિતા મદદ કરે છે. આજથી છ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર પોરબંદરની એક ૧૭ વર્ષની સગીરાનો સંપર્ક થયો હતો. અવાર નવાર વાતચીત થતાં તેની સાથે મિત્રતા થઇ હતી. સગીરાએ રાજકોટના તેના મિત્ર રાજદીપસિંહ જાડેજા બેન્કમાં નોકરી અપાવશે તેવી વાત કરી હતી. જેથી ફરિયાદી મહિલાએ નોકરી માટે હા પાડીને જેને લઇને સગીરા મહિલાને તેના ઘરે બોલાવતાં મહિલા તેના દિકરાને લઇને તેના ઘરે ગઇ હતી.
તા. ૩ના રોજ મહિલા તેનો દિકરો અને સગીરા રાજકોટ આવવા નીકળ્યા હતા. જ્યાં ગોડલ ચોકડી પાસે રાજદિપસિંહ અને તેની કારમાં અન્ય મહિલાઓને લઇને આવ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ પણ ગ્રીનલેન ચોકડીથી કારમાં બેસીને આવ્યા હતા. જ્યાં રાજકોટના બદલે લીમડી પાસે કાર બગડી હતી. જ્યાં આરોપીએ બીજી કાર ભાડે કરી હતી. રાજકોટના બદલે ગાંધીનગર જવાનું કહ્યું હતું અને મોડી રાત થતાં અમદાવાદ રોજકોટ વચ્ચે હોટલમાં રાત રોકાઇને બીજા દિવસે અમદાવાદ નિકોલ વિસ્તારમાં રિંગ રોડ ઉપરની પી.વી.આર હોટલમાં લઇ ગયા હતા. ત્યાં ગયા બાદ આરોપીએ બેન્કમાં નોકરી અપાવવાના બદલે સેક્સ રેકેટમાં કામ કરવાની વાત કરીને દેહ વ્યાપારમાં ધકેલવા માટે પ્રયાસ કર્યો હતો. મહિલાએ સેક્સ વર્કરનું કામ કરવાનો ઇન્કાર કરતાં એક મહિલાના દિકરાને મારી નાંખવાની ધમકી આપીને બન્ને મહિલાને હોટલના રૃમમાં ગોંધી રાખી હતી. જો કે મહિલાએ તેના સગાને વાત કરીને પોલીસમાં જાણ કરી હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધીને એકની ધરપકડ કરી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરીને બીજા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

