ઘોડબંદર રોડ પર વી મુંબઈથી ગુજરાત જઈ રહેલા ગૅસ ટૅન્કરમાં આગ લાગી

Latest News અપરાધ આરોગ્ય કાયદો

થાણે નજીક ઘોડબંદર રોડ પર નવી મુંબઈથી ગુજરાત જઈ રહેલા ગૅસ ટૅન્કરમાં અચનક આગ લાગતા ટ્રાફિક જામ થયો હતો. જો કે ઘટનામા કોઇ જાનહાનિ થૈ ન હતી.

થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. અડધા કલાકમાં જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ ઇજા થઈ નહોતી.

નવી મુંબઈના મ્હાપેથી ૧૯ ટન ગૅસ ભરીને ટૅન્કર ગુજરાત જઈ રહ્યું હતું. ટૅન્કર ઘોડબંદર રોડ પરના પાતલીપાડા બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે એકાએક આગ ફાટી નીકળી હતી. ડ્રાઈવરનું ધ્યાન જતાં તે સમયસર ટૅન્કરની બહાર નીકળી ગયો હતો.

બનાવની જાણ થતાં બે ફાયર ટેન્ડર્સ અને રેસ્ક્યૂ વેહિકલ સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ મદદે પહોંચી હતી. એ સિવાય ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ પણ ઘટનાસ્થળે ગઈ હતી. આગ ઓલવ્યા પછી બે ટોઈંગ વૅન અને ક્રેનની મદદથી ટૅન્કરને બ્રિજ પરથી નીચે ઉતારી રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યું હતું. દરમિયાન આગને કારણે ઘોડબંદર રોડ પરના વાહનવ્યવહારને અસર થઈ હતી. ભારે ટ્રાફિક જૅમને લીધે વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. ટૅન્કરને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *