અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા ચોમાસા દરમિયાન વીજળ સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના વીજ વિતરણ ક્ષેત્રમાં મહાપાલિકાની શાળાઓ અને ઝૂંપડપટ્ટીઓમાં મોન્સૂન સુરક્ષા જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આના સમયે કુર્લા પશ્ચિમમાં ગણેશબાગ બીએમસી મરાઠી સેમી ઈન્ગ્લિશ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલ સ્મિતા સાતપુતે અને અદાણી ઈલેક્ટ્રિસિટીના સુરક્ષા અધિકારીઓ હાજર હતા.

