મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બનાવવામાં આવનાર ઉત્તન-વિરાર સી લિંક પ્રોજેક્ટને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) એ મંજૂરી અપી છે.
થાણે જિલ્લાના ઉત્તન અને પાલઘર જિલ્લાના વસઈ અને વિરાર ખાતે ત્રણ કનેક્ટર્સ ધરાવતો પ્રસ્તાવિત સી લિંક ૯ એપ્રિલે એમસીઝેડએમએ ને સુપરત કરવામાં આવ્યો હતો અને ૧૧ જુલાઈએ તેને મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પર્યાવરણ સચિવ જયશ્રી ભોજે જણાવ્યું હતું કે આ દરખાસ્ત હવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને મંજૂરી માટે મોકલવામાં આવશે.
ઉત્તન-વિરાર સી લિંકના કનેક્ટર્સ તુંગારેશ્વર વન્યજીવન અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોનમાં ૨.૫ હેક્ટર આરક્ષિત વન જમીન ઉપરાંત, મેન્ગ્રોવ્સથી ઢંકાયેલી ૧૫.૩૯ હેક્ટર વન જમીનના સંપાદનની દરખાસ્ત કરશે. MMRDA આ પ્રોજેક્ટ માટે ૨૦૮. ૬હેક્ટર ખાનગી જમીન પણ સંપાદિત કરશે.
એમએમઆરડીએએ ૯૪ કિમીનો વર્સોવા-વિરાર સમુદ્રી પુલને રદ કર્યા પછી, માત્ર ઉત્તન (ભાયંદર-વિરાર) વચ્ચે ૫૫ કિલોમીટરનો સમુદ્રી પુલ બનાવવાનો નિર્ણય દોઢ વર્ષ પહેલા લેવામાં આવ્યો તો., તેથી હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્રારા આ પંચાવન કિલોમીટર (એક્સપ્રેસ વે સહિત) દરિયાઈ પુલ માટે નવેસરથી સંભવિતતા અભ્યાસ કરવામા આવ્યો હતો.ઉત્તન-વિરાર સમુદ્રી સેતુનું કામ પ્રથમ તબક્કામાં કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં તેને વિરાર-પાલઘર સુધી લંબાવવામાં આવશે.

