કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસે રેકી કરી

Latest News અપરાધ

ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ પીવડાવી બેભાન કરીને તેનો કિંમતી સામાન, દાગીના તથા એટીએમ કાર્ડની ચોરી કરનાર અમિત ઠાકુરને પોલીસે દિલ્હીથી દબોચી લીધો છે.અમદાવાદ રેલવેની LCBની ટીમે એક રીઢા ગુનેગારને પકડવા માટે દિલ્હીમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું છે

આ આરોપી એટલો ચાલાક હતો કે તેને પકડવા માટે રેલવે પોલીસની ટીમે સતત 7 દિવસ સુધી દિલ્હીમાં ધામા નાખ્યા હતા. પોલીસ અધિકારીઓએ પોતાની ઓળખ છુપાવીને ફેરિયા અને ફુગ્ગા વેચનારા બનીને આરોપીના ઘરની આસપાસ રેકી કરી હતી. જેવો અમિત ઠાકુર તેના ઘરે પહોંચ્યો કે તરત જ પોલીસે તરાપ મારી તેની ધરપકડ કરી લીધી હતી.

સ્ટર્ન રેલ્વે LCBના DySP ચેતન મુધવાના જણાવ્યાનુસાર, અમદાવાદ રેલવે એલસીબી ટીમે દિલ્હીથી અમિત કુમાર સુખદેવ ઠાકુર નામના એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે, જે મૂળ બિહારનો વતની છે અને દિલ્હીમાં રિક્ષા ચાલક તરીકે કામ કરતો હતો. આ આરોપી ટ્રેનના સ્લીપર કોચમાં લાંબી મુસાફરી દરમિયાન પેસેન્જરો સાથે મિત્રતા કેળવી, તેમનો વિશ્વાસ જીતીને તેમના ખાણીપીણીમાં ઊંઘની ગોળીઓ કે અલ્ટ્રાઝોમ જેવી કેફી દવાઓ ભેળવી તેમને બેભાન કરી દેતો અને તેમના જીવ જોખમમાં મૂકીને તેમની પાસેથી રોકડ, કિંમતી દાગીના, મોબાઈલ અને એટીએમ કાર્ડની ચોરી કરતો હતો.

આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા વિવિધ રાજ્યોમાં અંદાજે 25 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે